મોરબી: લોકરક્ષક, પોલીસ તથા અન્ય સુરક્ષા દળોની ભરતીની તૈયારી કરતી સર્વ જ્ઞાતિની બહેનો માટે મોરબીમાં ‘મિશન ખાખી ૨૦૨૫-૨૬’ અંતર્ગત ફ્રી ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અનુભવી નિવૃત આર્મી અધિકારીના માર્ગદર્શન હેઠળ ફિઝિકલ ટ્રેનિંગ સાથે સાયન્ટિફિક ડાયેટ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
પોલીસ અને અન્ય ફોર્સની ભરતીમાં સફળતા મેળવવા માટે માત્ર દોડ માટેની તૈયારી પૂરતી ન હોય, તેના માટે યોગ્ય ટેકનિક, સ્ટેમિના અને પૌષ્ટિક આહાર જરૂરી હોય છે તે હેતુથી ‘મિશન ખાખી ૨૦૨૫-૨૬’ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી કાર્યરત આ કેમ્પમાં પ્રોફેશનલ રનિંગ કોચિંગ, સ્ટેમિના બિલ્ડિંગ કસરતો અને વ્યક્તિગત ડાયેટ ચાર્ટ આપવામાં આવે છે. ઉમેદવારોને ૧૬૦૦ મીટર દોડ નિર્ધારિત સમયમાં પૂરી કરવા માટે ખાસ સ્ટ્રેટેજી અને ટાઈમ મેનેજમેન્ટ પણ શીખવવામાં આવે છે. આ ટ્રેનિંગ કેમ્પ સવારે ૦૫:૪૫ થી ૦૭:૪૫ કલાકે એલ.ઈ. ગ્રાઉન્ડ, મોરબી-૨ ખાતે તેમજ સાંજે ૦૪:૪૫ થી ૦૬:૪૫ કલાકે ક્રિષ્ના ગ્રાઉન્ડ, બાયપાસ રોડ, પંચાસર ચોકડી નજીક યોજાય છે. દર અઠવાડિયે ઉમેદવારોની પ્રગતિનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ સમગ્ર ટ્રેનિંગનું સંચાલન નિવૃત ઓનનરી સુબેદાર મેજર સહદેવસિંહ પી. ઝાલા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમને આર્મીમાં ૨૮ વર્ષનો બહોળો અનુભવ છે. આ ઉપયોગી ટ્રેનિંગ-કેમ્પની માહિતી વધુમાં વધુ જરૂરિયાતમંદ ઉમેદવારો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.









