Tuesday, December 30, 2025
HomeGujaratમોરબી એલસીબીએ લીલાપર ગામે દેશી દારૂ ગાળવાની બે ભઠ્ઠીઓ પર રેઇડ કરતા...

મોરબી એલસીબીએ લીલાપર ગામે દેશી દારૂ ગાળવાની બે ભઠ્ઠીઓ પર રેઇડ કરતા એક આરોપી ઝડપાયો, બે ફરાર

મોરબી એલસીબી પોલીસે લીલાપર ગામે દેશી દારૂ ગાળતી બે અલગ અલગ ભઠ્ઠીઓ પર રેઇડ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રેઇડ દરમિયાન એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર હોવાનું બહાર આવ્યું છે. બંને સ્થળેથી દેશી દારૂ, આથો તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. ૮૯,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસે પ્રોહિબીશન કાયદા મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી ટીમે લીલાપર ગામ વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે અસરકારક કાર્યવાહી કરી હતી. લીલાપર રોડ પર કાળીપાટ ઈંટોના ભઠ્ઠા પાસે આવેલા આરોપી રણજીતભાઈ નાગજીભાઈ દેગામાના કબ્જા ભોગવટાવાળા ડેલામાં રેઇડ દરમિયાન દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ હતી. ત્યાંથી ગરમ આથો ૨૦૦ લીટર, ઠંડો આથો ૪૦૦ લીટર, દેશી દારૂ ૯૦ લીટર, ગોળ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૬૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સ્થળે મજૂર તરીકે કામ કરતો તુલશીભાઈ રણછોડભાઈ પરમાર ઉવ.૩૨ રહે.કાળી પાટ ઈંટોના ભઠ્ઠા નજીક રણજીતભાઈના ડેલામાં મૂળ રહે. સરવડ તા.માળીયા(મી) વાળો ઝડપાયો હતો, જ્યારે મુખ્ય આરોપી રણજીતભાઈ દેગામા રહે. લીલાપર વાળો રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવ્યો હતો.

આ ઉપરાંત લીલાપર રોડ ઉપર કાળીપાટ ઈંટોના ભઠ્ઠા નજીક વોકળાના કાંઠે જાહેરમાં ચાલતી દેશી દારૂની બીજી ભઠ્ઠી પર પણ એલસીબીએ રેઇડ કરી હતી. અહીંથી ગરમ આથો ૧૦૦ લીટર, ઠંડો આથો ૩૦૦ લીટર, દેશી દારૂ ૭૦ લીટર તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૨૬,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ભઠ્ઠીનું સંચાલન પણ આરોપી તુલશીભાઈ રણછોડભાઈ પરમાર ઉવ.૩૨ રહે.કાળીપાટ ઈંટોના ભઠ્ઠા નજીક રણજીતભાઈના ડેલામાં મૂળ રહે. સરવડ તા.માળીયા(મી) વાળો કરતો હોય જ્યારે રેઇડ દરમિયાન મુખ્ય આરોપી સંજયભાઈ નાગજીભાઈ દેગામા રહે. લીલાપર ગામ વાળો રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને પણ ફરાર જાહેર કર્યો છે. બંને મામલામાં તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન કલમ હેઠળ ગુનો નોંધાવી, ફરાર બંને આરોપીઓની એલસીબી દ્વારા શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!