મોરબી સીટી એ ડિવિઝન તથા વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમતા કુલ પાંચ ઇસમોને ઝડપી લઇ રોકડ રકમ તથા જુગાર સાહિત્ય કબજે કર્યું છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પંચાસર રોડ સત્યમ હોલથી આગળ જાહેર રોડ ઉપર દરોડા પાડી ભરતભાઇ જીવરાજભાઇ સાધરીયા ઉવ.૪૮ રહે. બેન્કની પાછળ બગથરા ગામ તા. મોરબી મૂળ ખારવા જી.જામનગર વાળાને તથા મનોજભાઇ હસમુખભાઇ મિરાણી ઉવ.૪૫ રહે. વાઘપરાના નાકે વસંત પ્લોટ-૧૦ મોરબી વાળાને વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની પાસેથી વર્લી ફીચર્સના આંકડા લખેલી ચીઠ્ઠીઓ, બોલપેન તેમજ રોકડ રૂ. ૨,૧૫૦ અને રૂ. ૨,૨૦૦ કબજે કરવામાં આવ્યા હતા. તે જ રીતે મોરબી રવાપર ગામ જાપા પાસે જાહેર રોડ ઉપરથી અશોકભાઇ નાનાલાલ ચોગ ઉવ.૭૪ રહે. હરિ ટાવર રવાપર મોરબી વાળાને વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા, જેમની પાસેથી રૂ. ૫૫૦ રોકડ તથા જુગાર સાહિત્ય જપ્ત કરાયું હતું.
આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે જાહેર રોડ ઉપરથી મેલાભાઇ ધીરૂભાઇ રાઠોડ ઉવ.૨૨ રહે. સરતાનપર, તા. વાંકાનેર વાળાને તેમજ ઢુંવા ચોકડી નજીક એ.કે.હોટલ પાસેથી આરોપી મશરુભાઇ કુકાભાઇ સારલા ઉવ.૪૬ રહે.ભીમગુડા તા.વાંકાનેર વાળાને વર્લી ફીચર્સના જુગાર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, જેમની પાસેથી રોકડ રૂ. ૧,૨૦૦ તથા ૧,૩૫૦ સહિતનો મુદામાલ કબજે કરાયો હતો. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









