મોરબી લાલપર નજીક દારૂનો જથ્થો હોવાની બાતમી એલ.સી.બી ટીમને મળી હતી જેથી ત્યાં દરોડો પાડતા ખુલી જગ્યામાં દરોડો પાડતા ત્યાંથી દારૂની બોટલ નગ ૩૦૦ બે વાહન,મોબઈલ સહિત રૂપિયા ૨.૦૬.૦૦૦ લાખનો મુદામાલ કબજે કરી બે આરપીને ધરપકડ કરવામાં આવી હતી જયારે એક આરોપી નાસી ગયો હતો જેને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ને મળતી વિગત મુજબ જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા સુચનાથી જીલ્લમાં દારૂની બદી ન્સ્તે નાબુદ કરવા સૂચના હોય ત્યારે એલ.સી.બી.પી.આઈ. વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ તેની ટીમના પેટ્રોલીગ હોય જેમાં ઈશ્વરભાઈ કલોત્રા,ભગીરથસિંહ ઝાલા ને ખાનગી રાહે હક્કિત મળી હતી કે રવિ રેસીડન્સી હોટલ પાછળ વિશાલદીપ જીન પ્લોટના ખુલી જગ્યામાં દારૂનો જથ્થો પડ્યો છે.
જેથી ત્યાં દરોડો પાડતા દારૂની બોટલ નગ ૩૦૦ કીમિત રૂપિયા ૧.૧૭.૦૦૦ લાખ , રીક્ષા કીમિત રૂપિયા ૬૦ હજાર , બાઈક કિંમત રૂપિયા ૧૫૦૦૦ અને મોબઈલ નગ ૨ કીમત રૂપિયા ૪ હજાર આમ કુલ મળી રૂપિયા ૨.૦૬.૦૦૦ નો મુદામાંલા સાથે વિભાભાઇ માત્રાભાઈ મુંધવા, બ્રિજેશભાઈ નીલેશભાઈ ધાવિયા બે શખ્સોને ઝડપી લીધા હતા જયારે બળવતભાઈ નાગરભાઈ કોળી ત્યાંથી નાસી ગયો જેને ઝડપવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ૩ આરપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોધાયો છે દારૂનો જથ્થો ક્યાથી આવતો અને કેટલા સમયથી આવતો અને બીજું કોણ કોણ સડોવાયેલ છે તેની તપાસ ચલાવામાં આવી રહી છે
આ દરોડાની કાર્યવાહી માં એલ.સી.બી. ટીમ ઈશ્વરભાઈ કલોત્રા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરોણા , દિલીપભાઈ ચોધરી , ભરતભાઈ મિયાત્રા, આશીફ્ભાઈ ચાણક્યાં અને રણવીરસિંહ જાડેજા સહિતની ટીમ જોડ્યા હતા