મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મનપા કમિશ્નરને પત્ર લખી મોરબી શહેરના મુખ્ય પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ માંગ કરી છે. તેમજ પત્રમાં અલગ અલગ દસ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે,
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરમાં (જી.ઈ.બી.) દ્વારા અંડર ગ્રાઉન્ડ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યાં કોન્ટ્રાકટર દ્વારા જે લાઈન નાખવામાં આવે છે. ત્યાં તૂટેલા રોડને ફરીથી રીપેર કરવામાં આવતો નથી અને અમુક વિસ્તારમાં છ (૬) મહિના પહેલા બનેલા રોડ-રસ્તા તોડીને આ કામ કરવામાં આવ્યા છે. ત્યાના રસ્તાઓ ફરીથી તુટવા લાગ્યા છે. જેનું સમારકામ કરવા માંગ કરાઈ છે. તેમજ મોરબી શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં છે. તે ઉતમ છે. પરંતુ રોડપ ર રજળતા પશુઓમાં માત્ર ગાયને પકડીને મનપાની ટીમ દ્વારા સંતોષ માની લેવામાં આવે છે. તેમાં વિનંતી કે રસ્તાઓ પર આખલાઓનો પણ મોટો ત્રાસ હોય માત્ર ગાય જ નહિ પણ સોં પ્રથમ આખલાઓને પકડવામાં આવે. તેમજ મોરબી-૨ વિસ્તારમાં સામાકાંઠે આવેલી એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડથી ફ્લોરા અક્ષર સીટી, ડી-માર્ટ મોલ વાળા રસ્તે સ્ટ્રીટ લાઈટના પોલ અને લાઈટો તો લગાવેલી છે. પણ મહાનગરપાલિકા દ્વારા લાઈટ કનેક્શન આપી લાઈટ ચાલુ તાત્કાલિક ના ધોરણે કરાવી આપવા રજૂઆત કરાઈ છે. અને વિસીપરા વિસ્તારનો મુખ્ય માર્ગ જે ચાર ગોદામથી અમરેલી રોડ તરફનો રસ્તો તાત્કાલિક સી.સી.રોડ બનાવવા પણ રજૂઆત કરાઈ છે.
વધુમાં પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી સામાકાંઠે આવેલ સો-ઓરડીની પાછળ આવેલ શક્તિ સોસાયટીમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર કે કોઈ નર્સ કે આશાવર્કર બહેનો કોઈ હોતું નથી તો ત્યાં જરૂર મુજબના સ્ટાફની ભરતી કરવી કે જેથી નાના અને ગરીબ પરિવારના લોકોને મુશ્કેલી ન પડે, મોરબી મહાનગર પાલીકામાં જે ગ્રામ્ય વિસ્તારને ભેળવવામાં આવેલ છે. તેમાં યોગ્ય રીતે સર્વે કરી જ્યારથી મહાનગર પાલીકા ભેળવવામાં આવ્યા છે. ત્યાંરથી જ વેરો લેવામાં આવે તે માંગણી છે, મોરબી નટરાજ ફાટકથી જૂની પરશુરામ પોસ્ટ ઓફીસ સુધી ડબલ લેન રોડ બનાવવા માટે રજૂઆત કરાઈ છે. તેમજ મોરબી શહેરમાં તમામ વિસ્તારમાં સ્પીડબ્રેકર યોગ્યા પ્રકારની સાઈઝના બનાવવા અને બિનકાયદેસર સ્પીડબ્રેકર તાત્કાલિક દુર કરવા તેમજ મોરબી મહાનગર પાલિકામાં નવા ઉમેરવામાં આવેલ ગામોમાં પ્રાથમીક સુવિધાઓ અપૂરતી તેને પૂર્ણ કરવા અને મોરબી શહેરમાં ફિલ્ટર પ્લાન્ટ લગાવી સમગ્ર શહેરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પડવા માંગ કરાઈ છે.









