Thursday, January 1, 2026
HomeGujaratમોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તેમજ રંગોત્સવ કાર્યક્રમ યોજાયો

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તેમજ રંગોત્સવ કાર્યક્રમ યોજાયો

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તેમજ રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાની બાળાઓ દેશભક્તિ રાષ્ટ્ર ભાવનાથી ભરપૂર સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા,

- Advertisement -
- Advertisement -

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા સમાજ અને શાળાનો સેતુ રચાય, લોકોને શાળા પ્રત્યે લગાવ રહે, શાળાને શિક્ષકોની નહીં પણ પોતાની ગણે એવા શુભ આશયથી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીનીઓ આ શાળામાં અભ્યાસ કરી જીવનના પાઠ ભણી કોઈ પોતાનાં સંસારમાં વ્યસ્ત છે કોઈ ભણી ગણીને આગળ વધી ગઈ છે તો કોઈ વિદ્યાર્થીનીઓ હાલ માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક સ્નાતક,અનુસ્નાતક કક્ષાએ આગળ અભ્યાસ કરી રહી છે.

એવી પૂર્વ વિદ્યાર્થીનીઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સતવારા સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે શાળાની બાળાઓ દેશભક્તિ રાષ્ટ્ર ભાવનાથી ભરપૂર સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં ધો.6 થી 8 ની બાળાઓએ સ્વાગત ગીત શુભ સ્વાગતમ..દેશભક્તિ પેરોડી, અધૂરમ મધુરમ..તેમજ ધો.3 અને 4 ની બાળાઓએ વિદાયગીત ચલતે.. ચલતે..મેરે યે ગીત યાદ રખના.. કભી અલવીદા.. ન કહેના.. ભાવવાહી ગીતો રજૂ કર્યા હતા. તેમજ ધોરણ એકની બાળાઓએ સાંપ્રત સમસ્યા મોબાઈલ ઉપર મોબાઈલ સાથે સુંદર અભિનય ગીત રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા, ધોરણ બાલ વાટિકા અને ધો.2 ના બાળકોએ ફુગ્ગા ફોડ સાથે સુંદર ગીત રજૂ કર્યું હતું,

તેમજ સંગીત શિક્ષક ઓમ ડાભી દ્વારા તૈયાર કરાવેલ અયગીરી નંદીની..રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, તેમજ હતો હું સૂતો પારણે પુત્ર નાનો.. વગેરે ગીતો બાળાઓએ સુર, તાલ અને લય સાથે રજૂ કર્યા હતા, તમામ પૂર્વ વિદ્યાર્થીનીઓ સાથે મળી શાળાના સંભારણા, સંસ્મરણો વાગોળ્યા હતા, શાળાની બહેનપણીઓને મળીને ભાવ વિભોરની ક્ષણો જોવા મળી હતી, સમગ્ર કાર્યક્રમમાં સતવારા સમાજવાડીના પ્રમુખ મનસુખભાઈ ડાભી, કેશુભાઈ હડિયલ ખજાનચી તેમજ મંત્રી કાનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક બંધુ/ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી. અંતમાં સૌએ સાથે અલ્પાહાર કરી કાર્યક્રમની સોનેરી યાદો સાથે છુટા પડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!