હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, હળવદ તાલુજબ ઘંષ્ટમપુર ગામે રહેતો કુલદીપ લીંબોલા પોતાના ભોગવટા વાળી વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય, જેથી મળેલ બાતમીને આધારે તુરંત હળવદ પોલીસે ઉપરોક્ત વાડીની ઓરડીમાં દરોડો પડ્યો હતો, ત્યારે ઓરડીમાંથી વિદેશી દારૂ રીટ્ઝ રિઝર્વ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૬૫ નંગ બોટલ કિ રૂ.૯,૪૨૫/- મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી કુલદીપભાઈ જલુભાઈ લીંબોલા રહે. ઘનશ્યામપુર વાળો હાજર નહિ મળી આવતા, હળવદ પોલીસે તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









