યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ https://forms.gle/UidNBEcty2U2qEceA લિંક પર રજીસ્ટ્રેશન કરાવવું.
જીલ્લા રોજગાર કચેરી મોરબી અને સુરેન્દ્રનગરના સંયુકત ઉપક્રમે તા.૦૩/૦૧/૨૦૨૬ને શનિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે આઈ.ટી.આઈ- મોરબી (મહેન્દ્રનગર) ખાતે ક્લસ્ટર કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જોબફેરમાં ખાનગીક્ષેત્રનાં વિવિધ નોકરીદાતાઓ વિવિધ જગ્યાઓની ભરતી માટે પસંદગી માટે ઉપસ્થિત રહેવાના છે, મોરબી જીલ્લાના ધો. ૫ થી ૧૨, કોઈપણ ટ્રેડમાં આઈ.ટી.આઈ./ડિપ્લોમાં કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની ઉમર ધરાવતા ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત મુજબનાં અસલ પ્રમાણ-પત્રો અને બાયોડેટા ( ૩ થી ૪ નકલમાં) સાથે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે. ઈન્ટરવ્યુ આપવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન https://forms.gle/UidNBEcty2U2qEceA લિંક પર કરવા જણાવવામાં આવે છે. જે ઉમેદવારો લિંકમાં રજીસ્ટ્રેશન ન કરાવેલ હોઈ તે ઉમેદવારો પણ ભરતી મેળામાં ભાગ લઇ શકશે તેવું મોરબી જીલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.









