હળવદ પોલીસ ટીમે તાલુકાના મીયાણી ગામની સીમ મીયાણી ગામથી હળવદ તરફ જવાના રસ્તે ડાભેરી તળાવના નાળા પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે હળવદ પોલીસે આરોપી સુરેશભાઇ ભીખાભાઇ કુરીયા ઉવ.૩૩ રહે-ગામ મીયાણી તા.હળવદ વાળા પાસેથી જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૧,૩૬૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ, આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









