Friday, January 2, 2026
HomeGujaratમોરબીમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના અંતર્ગત ૩૧ ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી

મોરબીમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના અંતર્ગત ૩૧ ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી

મોરબી ખાતે મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના અંતર્ગત ૩૧ ડિસેમ્બરની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પાત્રો, જ્ઞાન અને ગમ્મતભર્યા આયોજનમાં ૩૦થી ૪૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના અંતર્ગત ૩૧ ડિસેમ્બરની ઉજવણી અનોખી અને ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને સાંસ્કૃતિક ગીતથી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ તેમજ ગૃહિણી જેવા પાત્રો ભજવીને વિદ્યાર્થીઓએ જ્ઞાન સાથે ગમ્મતભર્યું પ્રસ્તુતિકરણ કર્યું હતું, કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન, ભવ્યભાઈ અને ભગિરથભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન સેન્ટર મેનેજર કપિલભાઈ રાઠોડ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

આ તકે વિશેષ માહિતી આપવામાં આવી હતી કે, હાલમાં સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે વિનામૂલ્યે નર્સિંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ઉપરાંત નજીકના ભવિષ્યમાં નવા અને વિવિધ કોર્સિસ શરૂ થવાના હોવાથી ઇચ્છુક ઉમેદવારોને ઘનશ્યામ માર્કેટ ત્રીજો માળ વી-માર્ટ પાસે રવાપર રોડ મોરબી ખાતે વહેલી તકે સેન્ટરની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!