મોરબી પત્રકાર એસોસિયેશન ની આજે વાર્ષિક મિટિંગ યોજાઈ હતી જેમાં વર્ષ ૨૦૨૫ ના હોદેદારો નો કાર્યકાળ પૂર્ણ થતા નવા હોદેદારોની બહુમતીથી વરણી કરવામાં આવી હતી.
મોરબી પત્રકાર એસોસિયેશન ના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામીની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૬ ના હોદેદારો ની નિમણૂક કરવા અંગે મિટિંગ યોજાઈ હતી જેમાં હાજર સભ્યોની બહુમતીથી પ્રમુખ તરીકે રવિભાઈ ભડાણીયા,ઉપપ્રમુખ તરીકે દેવભાઈ સનાળીયા,મહામંત્રી તરીકે ભાસ્કરભાઈ જોશી,સહમંત્રી તરીકે ડેનિસભાઈ દવે,ખજાનચી તરીકે આર્યનભાઇ સોલંકી ,કારોબારી સભ્ય તરીકે સંદીપભાઈ વ્યાસ,ઋષિભાઈ મહેતા અને રાકેશભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે.









