બાળકના પિતા સાથે થયેલ ઝઘડાનો બદલો લેવા નરાધમ આરોપીએ અશ્લીલ ફિલ્મ જોઈને બે વર્ષના માસુમ બાળક ને નિશાન બનાવ્યું
ટંકારા ખાતે એક કારખાનામાં સગીર બાળક સાથે સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્યનું કૃત્ય થયાની ચકચારી ઘટના સામે આવી છે. જે ઘટનાને લઈ ટંકારા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા ખાતે માસુમ બાળક ઉપર સૃષ્ટી વિરૂધ્ધના કૃત્ય થયાની ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઇ છે. જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલે મોરબી જિલ્લામાં સગીરવયના બાળક પર બનેલ પોકસો હેઠળના ગુનાના આરોપીને તાત્કાલીક પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ દ્વારા બાળકની સરકારી હોસ્પીટલ ખાતે વિઝીટ કરવામાં આવી હતી તથા સ્થળ વિઝીટ કરી અલગ-અલગ ટીમો બનાવી ભોગબનનાર બાળક પોતાની ઓરડી પાસે રમતુ હોય જેને આરોપી પોતાની ઓરડીમાં લઇ જઇ બાળક સાથે ખરાબ કામ કરી સુષ્ટિ વિરૂધ્ધનુ દુષ્કૃત્ય આચરી બાળકને ગુપ્ત ભાગે ઇજા પોહચાડી હતી. જે ગંભીર ગુનાના આરોપી રામવિકાસ ગેના સાહ (રહે. ઉંચી ભટીયા ગામ,પોસ્ટ-મંગલપુર પટની, થાણા રામગઢવા જી.મોતીહારી (બિહાર))ના નામ સરનામા આધારે તાત્કાલીક રામવિકાસ ગેના સાહ નામનો આરોપી નેકનામ વિસ્તારમાંથી મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપીની સઘન પુછપરછ કરતા પોતે આ ગુનો આચરેલાની કબુલાત આપતા આરોપીને પકડી ગુનાના કામે ધોરણસર અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી જરૂરી મેડીકલ પુરાવા તથા બીજા સાયોગીક પુરાવા એકત્રીત કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મામલતદાર ટંકારાનાઓ સમક્ષ આરોપીની ઓળખ કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં બાળકની માનસીક સ્થિતી તથા તે સબંધે જરૂરી તજવીજ કરવા સરકારી હોસ્પીટલના મનોચિકીત્સક તથા પીડીયાટ્રીક ડોકટર હાજર રહ્યા હતા અને ઓળખ પરેડ દરમ્યાન આરોપી બાળકની સામે આવતા બાળકની વર્તણુંક અંગે નોંધ લઇ તે અંગેના અભિપ્રાય મેળવી પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપીના ગુનાહીત ઇતિહાસ બાબતે પુરાવા મેળવવાની તપાસ તજવીજ ચાલુ છે.આરોપી હાલમાં રીમાન્ડ હેઠળ છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી અને બાળકના પિતા એક જ કારખાનામાં સાથે કામ કરે છે તે દરમિયાન બાળકના પિતા સાથે આરોપીને માથાકૂટ થઈ હતી.અને ભોગ બનનારનો પરિવાર અને આરોપી બધા એક જ લેબર કોલોનીમાં રહે છે જેથી બાળક પણ સહજ સ્વભાવથી લેબર કોલોનીમાં દરેક લોકોના ઘરે રમવા જતો રહેતો હતો અને આ જ સહજ સ્વભાવથી તે આરોપીના ઘરે પણ જતો હતો તે દરમિયાન ગત તા.૩૧ ડિસેમ્બરના રોજ બાળક આરોપીના ઘરે રમતો હતો ત્યારે જ નરાધમ આરોપીને બાળકના પિતા સાથે બદલો લેવા માટે આ શેતાની હરકત કરી હતી તેમજ આ દુષ્કૃત્ય કરતા પહેલા આરોપીએ અશ્લીલ ફિલ્મ પણ જોઈ હોવાનું સામે આવ્યું છે.









