માળીયા(મી) પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે એક શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકિના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ જથ્થો વેચાણ કરવા માટે જેતપરના સપ્લાયર પાસેથી લાવ્યો હોવાનું જણાવતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, માળીયા(મી) પોલીસ ટીમને બાતમી મળી કે, માળીયા(મી)માં વાગડીયા ઝાંપા નજીક એક ઈસમ પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકીનું વેચાણ કરે છે, જેથી તુરંત રેઇડ કરતા, જ્યાંથી આરોપી રવિભાઈ ચંદુભાઈ ધામેચા ઉવ.૨૦ રહે.ખાખરેચી ખાડી વિસ્તાર તા.માળીયા(મી) વાળાની અટક કરવામાં આવી હતી, પોલીસે આરોપી પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી નંગ ૮ કિ રૂ.૩,૨૦૦/- કબ્જે લીધી હતી. જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં આ જીવલેણ દોરીની ફિરકીઓ જેતપર તા.જી.મોરબી વાળા આરોપી લાલજીભાઈ પાસેથી વેચાણ કરવા લઈ આવ્યો હોવાનું જણાવતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ ૨૨૩ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









