મોરબી મહાનગરપાલિકામાં ભેળવાયેલી અમરેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વભંડોળમાંથી અમરેલીથી બાયપાસ સુધી ડામર રોડનું રૂ.૯૨.૬૧ લાખનું વિકાસ કામ પૂર્ણ કરાયું છે.
મોરબી મહાનગરપાલિકાની સીવીલ તથા સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવથી મોરબી નગરપાલિકા તેમજ તેની આસપાસની કુલ ૦૯ ગ્રામ પંચાયતોને ભેળવી મોરબી મહાનગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. આ મહાનગરપાલિકામાં અમરેલી ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા અમરેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળ હેઠળ થયેલ ઠરાવના આધારે વિકાસ કામોને તાંત્રિક તથા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. તે અનુસંધાને અમરેલીથી બાયપાસ સુધી ડામર રોડનું કામ અંદાજીત રૂ.૯૨.૬૧ લાખના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું. આ ડામર રોડનું કામ હાલ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.









