Wednesday, January 7, 2026
HomeGujaratમોરબી પાટીદાર શિક્ષક સમાજનો સ્નેહ મિલન સમારોહ સંપન

મોરબી પાટીદાર શિક્ષક સમાજનો સ્નેહ મિલન સમારોહ સંપન

મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતમાં વાર્ષિક સમારોહ યોજાયો

- Advertisement -
- Advertisement -

સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન

મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રૂપ શ્રી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતા આવે હું નહિ પણ આપણે ની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહ નું અદકેરું દેદીપ્યમાન આયોજન એસ.પી. રોડ દ્વારકાધીશ ફાર્મ ખાતે સામાજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો

જેમાં પાટીદાર શિક્ષક સમાજ – મોરબી દ્વારા મોટિવેશન, સ્નેહમિલન, તેજસ્વિતા સન્માન જેવા કાર્યક્રમોને સાંકળતો ‘ત્રિર્વિધ સમારોહ’ યોજાયો. મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અદકેરા સમારોહનું આયોજન થયું.

આ સમારોહમાં બેચરભાઈ હોથી પ્રમુખ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મનોજભાઈ પનારા મેન્ટોર પાટીદાર યુવા સંઘ,વિપુલભાઈ અઘારા પ્રચાર પ્રમુખ આર. એસ.એસ.સૌરાષ્ટ્ર શિક્ષણવિદ્ પી.ડી. કાંજીયા, જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, હિતેષભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, મુકેશભાઈ મારવણીયા ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા, મોરબી-માળિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડો.મનુભાઈ કૈલા ઉમિયા સમાધાન પંચના કે.વી.આદ્રોજા,મનસુખભાઈ સવસાણી, ડો.ભાલોડીયા ઉમિયા સિનિયર સીટીઝન ક્લબ ના પ્રમુખ ભણજીભાઈ આદ્રોજ વગેરેએ ખાસ ઉપસ્થિત રહી પાટીદાર શિક્ષક સમાજ મોરબીના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું.

સમારોહની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા કરવામાં આવી. સર્વે મંચસ્થ મહાનુભાવોને સરદાર પટેલનો પોઝ અર્પિત કરી આવકારવામાં આવ્યા. શાબ્દિક સ્વાગત હર્ષદભાઈ મારવણિયા દ્વારા થયું. ત્યારબાદ સંદીપભાઈ આદ્રોજાએ પાટીદાર શિક્ષક સમાજના કર્યો વિશે ગતિ અને ગરિમા વિશે જાણકારી આપી હતી,દિનેશભાઈ વડસોલાએ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ વિશે એમની કાર્યપ્રણાલી વિશે વાતો કરી હતી અને શિક્ષક તરીકે કોઈને કોઈ સંસ્થામાં સક્રિય યોગદાન આપવા જણાવ્યું હતું,તેમજ પી.ડી.કાંજીયા, વિપુલભાઈ અઘારા, મનોજભાઈ પનારા વગેરેએ શિક્ષકોની તાકાત, શક્તિ, મહાત્મીય વર્ણવ્યું હતું. આમ મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો આપીને શિક્ષકોની પીઠ થાબડી હતી, સમારોહ અંતર્ગત ઘો.10, ઘો.12 તેમજ મેડિકલના MBBS,M.D.ના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી તારલાસઓને સન્માનિત કરવામાં આવ્યા.મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન થયું. નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્તિ વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું.આભારદર્શન મુકેશભાઈ મારવણીયા દ્વારા થયું.

આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરીયા,મુકેશભાઈ મારવાણિયા, દિનેશભાઇ વડસોલા,અશ્વિન એરણિયા,જીજ્ઞેશ રાબડીયા, ગિરીશ કલોલા, રમેશ કાલરીયા,શૈલેષ કાલરીયા,અશ્વિન દલસાણીયા, શશીકાંત ભટાસણા,અશોક વસિયાણી,રાજેશ મોકાસણા જયેશભાઈ બાવરવા,કિરણ કાચરોલા,નીતિન દેથરીયા, ધર્મેન્દ્ર કાવઠીયા, જીતેન્દ્ર સદાતિયા,ભાવેશ પારેજીયા, સંદીપ લોરીયા અને મુકેશભાઈ બરાસરા વગેરે સૌ સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારંભનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા હર્ષદભાઈ મારવણીયા ,રાજેશભાઈ મોકાસણા દ્વારા કરવામાં આવ્યું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!