મોરબીના બેલા(રં) ગામે ઇંડાની લારીએ બોલાચાલી કરતા બે શખ્સોને છોડાવવા વચ્ચે પડેલ મૂળ જામનગર જીલ્લાના તળશાઈ ગામના વતની હાલ બેલા(રં) ગામે એસ્ટોનીયા સીરામીક કારખાનામાં રહેતા ભરતભાઇ એભાભાઈ મોકરીયા ઉવ.૪૨ ને બે પૈકી આરોપી વિશાલભાઈ કેશુભાઈ સાવલીયા રહે.મોરબી વાળાએ આધેડ સાથે બોલાચાલી ઝઘડો કરી આડેધડ લાકડીઓ ફટકારી હતી. તે દરમિયાન દેકારો થતા, આરોપી વિશાલભાઈ ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ ઇજાગ્રસ્ત ભરતભાઇને ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા, જ્યાં તેના પગમાં ફ્રેકચર માટે ઓપરેશન આવેલ હતું. ત્યારે સમગ્ર બાબાવ અંગે ભોગ બનનાર ભરતભાઈએ મોરબી તાલુકા પોલીસ સમક્ષ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









