રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલે મોરબી જીલ્લામાં પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિ સદંતર નાબુદ કરવા વાંકાનેરના ડી.એસ.પી. સમીર સારડાને સુચના કરી હતી.
જે અન્વયે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૦૭/૦૧/૨૦૨૬ તથા તા.૦૮/૦૧/૨૦૨૬ ના રોજ સરપ્રાઇઝ કોમ્બીંગ રાખવામાં આવી હતી. જેમાં પ્રોહીબીશનના કુલ ૧૫ કેસો શોધી ૧૦૯ લિટરનો કુલ રૂ.૨૧,૮૦૦/-નો દેશી દારૂનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૦૭/૦૧/૨૦૨૬ તથા તા.૦૮/૦૧/૨૦૨૬ ના રોજ પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા સરપ્રાઇઝ કોમ્બીંગ રાખવામાં આવી હતી.
જે સરપ્રાઇઝ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમોને પકડી કુલ ૧૫ જેટલા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવામાં આવ્યા છે. અને પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમજ તા.૦૭/૦૧/૨૦૨૬ તથા તા.૦૮/૦૧/૨૦૨૬ ના રોજ રાખવામાં આવેલ સરપ્રાઇઝ કોમ્બીંગ ડ્રાઇવ પોલીસ દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવૃતિને અટકાવવા સારૂ પ્રોહીબીશનના કબજાના ૧૩ કેસો તથા પીધેલાના કેશ-૦૨ મળી કુલ ૧૫ જેટલા કેસો શોધી ભરતગીરી પ્રભાતગીરી ગૌસ્વામી, અમૃતભાઈ નાગજીભાઇ ચૌહાણ, હસીનાબેન રફીકભાઇ પંજવાણી, અમૃતભાઇ આલાભાઇ ચાવડા, મનીષભાઇ બરકતઅલી પંજવાણી, જયાબેન કરમશીભાઇ વાઘેલા, અમરતબેન મનજીભાઇ વાઘેલા, પારૂલબેન રાયધનભાઇ વાઘેલા, અજયભાઇ વીરજીભાઇ વાઘેલા, રજાકભાઇ હસનભાઇ મકવાણા, હરજીવન ઉર્ફે હરીભાઇ રવજીભાઇ ચાવડા, સોનીબેન ધારશીભાઇ સાડમીયા તથા મનીષાબેન નવઘણભાઇ સાડમીયા ઇસમો પાસેથી કુલ ૧૦૯ લિટરનો કુલ રૂ.૨૧,૮૦૦/-નો દેશી દારૂનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.









