હળવદ તાલુકાના માનસર ગામ નજીકથી એક વ્યક્તિ ગુમ થતા પત્નીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ માનસર જેટકો ૪૦૦ કે.વી.સબ સ્ટેશનથી ગુમ થયેલ હોય જે છેલ્લા દસ દિવસથી પરત ન ફરતા પત્નીએ આખરે ગુમ થયાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હળવદ તાલુકાના માનસર જેટકો ૪૦૦ કે.વી. સબ સ્ટેશન વિસ્તારમાંથી હસમુખભાઇ કાનજીભાઇ ચાવડા ઉવ.૪૮ રહે.સોનીતલાવડી વડવાળી શેરી ધ્રાંગધ્રા વાળા અચાનક ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે તેમની પત્ની નીતાબેન હસમુખભાઇ ચાવડાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૨૯/૧૨/૨૦૨૫ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં તેમના પતિ હસમુખભાઇ કોઇને જાણ કર્યા વગર માનસર જેટકો સબ સ્ટેશન પાસેથી ક્યાંક જતા રહ્યા હતા. ત્યારબાદ આજદિન સુધી તેઓ પરત ફર્યા નથી. હાલ હળવદ પોલીસે જાણવાજોગ એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.









