હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના પાટીયા પાસે માર્ગ અકસ્માતમાં આધેડનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રોડ ઓળંગી રહેલ આધેડ કારની ઠોકરે રોડ ઉપર પટકાતા, માથામાં ગંભીર ઇજાઓ પહોચતા, તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, બીજીબાજુ અકસ્માત સર્જી સ્વીફ્ટ કારણો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે કોળીવાસમાં રહેતામેહુલભાઈ દેવશીભાઈ વડેચા ઉવ.૨૩ એ હળવદ પોલીસ મથકમાં આરોપી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૦૧-એચઆર-૧૮૮૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત તા.૦૬/૦૧ ના રોજ સાંજના સમયે ફરિયાદીના પિતા દેવશીભાઈ મોહનભાઇ વડેચા નવા દેવળીયા ગામના પાટીયા પાસે સીએનજી પંપ પાસેથી ચાલીને રોડ ક્રોસ કરતા હોય તે દરમિયાન ઉપરોક્ત સ્વીફ્ટ કારના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડના ચલાવી આવી દેવશીભાઈને હડફેટે લેતા તેઓને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી સ્વીફ્ટ કારનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. ત્યારે સનાગર અકસ્માત મામલે હળવદ પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









