Sunday, January 11, 2026
HomeGujaratમોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ માટે મોરબી RTO કચેરી દ્વારા માર્ગ...

મોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ માટે મોરબી RTO કચેરી દ્વારા માર્ગ સુરક્ષા સલામતી અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીમાં શિક્ષણ સાથે સુરક્ષા, પ્રતિભા અને વન ભોજન યોજાયું હતું. જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી શૈક્ષણિક, સામાજિક તથા સંસ્કારાત્મક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી RTO કચેરી દ્વારા માર્ગ સુરક્ષા સલામતી અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

નવયુગ કોલેજ, મોરબીના વિદ્યાર્થીઓ માટે મોરબી RTO કચેરી દ્વારા માર્ગ સુરક્ષા સલામતી અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં RTO અધિકારી R. A. Jadeja એ ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી અને જવાબદાર વાહન વ્યવહાર અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જેને લઇ વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા પ્રત્યે સચેતતા વધતી જોવા મળી હતી. તે ઉપરાંત મોરબી જિલ્લા કક્ષાની બાલ પ્રતિભાશોધ સ્પર્ધામાં નવયુગના ધોરણ 4 થી 8ના વિદ્યાર્થીઓએ એકપાંત્રીય અભિનય, નિબંધ સ્પર્ધા, વાદન (ઢોલ) તથા સમૂહ ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાપ્રથમ અને ઉચ્ચ ક્રમ પ્રાપ્ત કર્યા તેમજ ઝોન કક્ષાએ વડોદરા માટે પસંદગી મેળવી સંસ્થાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું હતું. આ સાથે મકનસર વીડી ખાતે યોજાયેલા વન ભોજન કાર્યક્રમમાં કેજીથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ કુદરતના સાનિધ્યમાં રમતો, સહભોજન અને આનંદસભર પળો માણી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જંગલ માં મંગલ અને શૈક્ષણિક સાથે સંસ્કારસભર અને યાદગાર અનુભવ બની રહ્યો હતો.

આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું કે, “નવયુગમાં અમે માત્ર અભ્યાસ પૂરતું શિક્ષણ નથી આપતા, પરંતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા જેવી જીવનોપયોગી સમજ, વિવિધ સ્પર્ધાઓ દ્વારા પ્રતિભા વિકાસ અને વન ભોજન જેવા કાર્યક્રમોથી કુદરત પ્રત્યે લાગણી તથા સંસ્કાર વિકસે તે માટે સતત પ્રયત્નશીલ છીએ. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ જ નવયુગની સાચી સફળતા છે.” તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગીય વડાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!