વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આસ્થા પીરની દરગાહ પાછળ સંધી સોસાયટીની શેરીમા આવતા ત્યા ખુલ્લા પટમા જાહેરમાં ગંજીલાત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા હાજીભાઇ ઇબ્રાહીમભાઇ મોવર ઉવ-૩૫, જાવિદભાઇ અબ્દુલભાઇ કઇડા ઉવ-૩૪ તથા પરેશભાઇ ખોડાભાઇ સેખાણી ઉવ-૩૦ ત્રણેય રહે.સંધી સોસાયટી વાંકાનેર વાળાને રોકડા રૂ.૧૦,૩૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









