ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોચી બજાર વાળી શેરીમાં એક ઈસમ પ્લાસ્ટિકના ઝબલા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેથી પોલીસે તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ચાર નંગ ફીરકી કિ.રૂ.૬૦૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી સિકંદરભાઈ હસનભાઈ મોઢીયા ઉવ.૩૭ રહે. ટંકારા મઠવાળી શેરી વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ બીએનએસ ૨૨૩ તથા જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









