મોરબી મહાનગરપાલિકાની A.N.C.D. શાખા દ્વારા ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મોરબી તાલુકાના ગૌશાળા સંચાલકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં પશુપાલન વિભાગના અધિકારીઓ અને ૧૭ ગૌશાળાના સંચાલકો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન અંદાજીત ૨૫૦ પશુને રાખવાની બાહેંધરી મળ્યાનું જણાવાયું હતું.
મોરબી મહાનગરપાલિકાની A.N.C.D. શાખા દ્વારા ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મોરબી તાલુકાના ગૌશાળા સંચાલકો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં નાયબ પશુપાલન નિયામક, વેટેનરી ઓફિસર, A.N.C.D. શાખાના શાખાઅધ્યક્ષ તેમજ મોરબી તાલુકાની કુલ ૧૭ ગૌશાળાના સંચાલકો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ગૌશાળાઓ દ્વારા અંદાજીત ૨૫૦ પશુને રાખવા માટેની બાહેંધરી આપવામાં આવી હતી. આ ઉપરાંત માર્ચ ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન અંદાજીત ૨૦૩૦ રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. તેમજ ૧૨૫૪ પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે.
A.N.C.D. શાખા દ્વારા પશુ માલિકોને પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરાવવા તથા પેટ ડોગ માલિકોને પણ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. ટેગ અને RFID લગાવીને મોરબી જીલ્લાના વિવિધ ગૌશાળા તથા પાંજરાપોળમાં પશુઓ મોકલવામાં આવ્યા છે. હાલ પણ રસ્તે રખડતા પશુ પકડવાની કામગીરી સતત ચાલુ હોવાનું શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.









