મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નાગરિકોને સુગમ અને સલામત માર્ગ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી જુદા-જુદા કુલ ૬ ડામર રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. અંદાજીત કિંમત રૂ.૧૫૦૩.૮૭ લાખના કામો શહેરના વિવિધ વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગો પર ડામર રોડનું નવિનીકરણ હાથ ધરાયું છે. તમામ કામો હાલ પ્રગતિ હેઠળ હોવાનું મનપા દ્વારા જણાવાયું છે.
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની યાદી અનુસાર શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે મહત્વના ડામર રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. નવલખી રોડથી શ્રદ્ધા પાર્ક સુધી ડામર રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે, આ ઉપરાંત વાવડી ગામથી નંદીઘર સુધી તેમજ ઉમીયાનગરથી જુના રફાળેશ્વરની ફાટક સુધી ડામર રોડનું કામ શરૂ કરાયું છે. કાલીન્દ્રી નદીથી જુના ઘુંટુ રોડ સુધી તેમજ લીલાપર ચોકડીથી શ્રીરામ વાડી સુધીના માર્ગોનું તથા પ્રધાનમંત્રી આવાસ યોજના વિસ્તારથી પંચાસર રોડ સુધી ડામર રોડનું આમ કુલ ૬ ડામર રોડના કામોની અંદાજીત રકમ રૂ.૧૫૦૩.૮૭ લાખ થાય છે. સદર તમામ કામો હાલ પ્રગતિ હેઠળ છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ મોરબી મહાનગરપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવ્યું છે.









