પિતા-પુત્ર ચા પીવા ગયા અને અજાણ્યા વાહન ચોર એક્ટીવા મોપેડ ઉઠાવી ગયા.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગના ગેટ પાસેથી વેપારીના એક્ટીવા મોપેડની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં વેપારી પિતા-પુત્ર ચા પીવા માટે એકટીવા પાર્ક કરીને ગયા તે દરમિયાન વાહન ચોર પાર્ક કરેલ મોપેડ ચોરી કરીને લઈ ગયો હતો. હાલ આ મામલે વેપારીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોરબી-૨ લાલબાગ વિસ્તારની વર્ધમાન સોસાયટીમાં રહેતા અને કપડાના વેપારી નીતીનભાઈ દેવરામભાઈ કાથરાણી ઉવ.૫૮ દ્વારા મોપેડ ચોરી બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, ગત તા. ૧૫/૧૨/૨૦૨૫ના રોજ બપોરના ચાર વાગ્યાના સુમારે તેઓ પોતાના પુત્ર સાથે હોન્ડા કંપનીનું સફેદ કલરનું એકટીવા રજી.નં. જીજે-૩૬-એક્યુ-૬૧૦૮ લઈને નહેરુગેટ ખાતે આવેલી પોતાની જલારામ હોજીયરી દુકાને જઈ રહ્યા હતા. તે દરમિયાન લાલબાગના ગેટ પાસે ચાની લારી પર ચા પીવા માટે એક્ટીવા પાર્ક કરી બંને ચા પીવા ગયા હતા. ચા પીને પરત ફરતા પાર્ક કરેલ જગ્યાએ મોપેડ ન મળતા આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ ક્યાંય મોપેડ મળ્યું ન હતું. આ અંગે પ્રથમ ઓનલાઇન ઇ-એફ.આઇ.આર. નોંધાવવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા બોલાવવામાં આવતા ફરિયાદીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂબરૂ મોપેડ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા, પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.









