મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા શબ્બીરભાઈ હુશેનભાઈ નોડે ઉવ ૪૦ એ તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૧/૦૧ ના રોજ આરોપીઓ સલીમભાઈ સેડાત, અનવરભાઈ સેડાત તથા આમીન કરીમભાઈ મીયાણા રહે.તમામ ઝીંઝુડા વાળા ફરિયાદીના પિતરાઈ ભાઈની દુકાને ગાળો બોલતા હોય જે બાબતે ફરિયાદી અને તેમનો ભત્રીજો મોહમદહુશેન ઉઓરોકટ ત્રણેય આરોપીઓને સનજવા ગયેલ ત્યારે એકદમ ઉશ્કેરાયેલ ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકા તથા ઢીકા પાટુ વડે ફરિયાદી તથા તેમના ભત્રીજાને માર માર્યો હતો, તે દરમિયાન દેકારો થતા, ત્રણેય આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. હુમલામાં ફરિયાદીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









