વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે ભાડા કરાર વગર દુકાનો ભાડે આપવાના મામલે વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં જાહેરનામાનો ભંગ કરવાના આરોપસર દુકાન માલિક સામે બીએનએસની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના મહિકા ગામે સહયોગ હોટલ પાસે એ.આર. કોમ્પ્લેક્ષમાં પોલીસ દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન કોમ્પ્લેક્ષમાં આવેલી ૬ દુકાનો પૈકી દુકાન નં.૪ અને ૫ ભાડા કરાર વગર તથા તેની સંબંધિત પોલીસ મથકમાં કોઈપણ પ્રજારની જાણ કર્યા વગર ભાડે આપી હતી જેથી તાલુકા પોલીસે આરોપી દુકાન માલીક કાસમભાઇ આહમદભાઇ બાદી ઉવ.૬૨ રહે.મહીકા ગામ તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









