Tuesday, January 13, 2026
HomeGujaratવાંકાનેરના સરતાનપર-માટેલ રોડ પર ટ્રકની ટક્કરે દંપતી ખંડિત, પત્નીનું મોત

વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ પર ટ્રકની ટક્કરે દંપતી ખંડિત, પત્નીનું મોત

સરતાનપર-માટેલ રોડ પર ટાટા ટ્રક ટ્રેલરના ચાલકે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી ડબલ સવારી મોટરસાયકલને સાઈડમાંથી હડફેટે લેવાના અકસ્માતમાં મોટરસાયકલ ઉપર સવાર દંપતી ખંડિત થયું હતું, જેમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મુળ સુરેન્દ્રનગરના સોલડી ગામના વતની હાલ બાફીટ સિરામિક, સરતાનપર રહેતા હિંમતભાઈ ઉકાભાઈ રાઠોડ ઉવ.૪૮એ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ બપોરના અરસામાં સરતાનપર-માટેલ રોડ ઉપર આરોપી ટાટા ટ્રક ટ્રેલર રજી.નં. આરજે-૦૧-જીડી-૩૭૪૫ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જઈ રહેલા ફરિયાદીના હીરો એચ.એફ. ડીલક્સ મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-બીસી-૩૬૧૨ને જમણી બાજુથી અડફેટે લીધું હતું. ટક્કરના કારણે મોટરસાયકલ સવાર દંપતી રોડ પર પટકાતા પાછળ બેઠેલ ફરિયાદીના પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનામાં તેમના પત્નીનું મોત નીપજ્યું હતું, જ્યારે ફરિયાદીને પણ ઇજાઓ પહોંચી હતી. હાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!