મોરબી: મકરસંક્રાંતિ પર્વ દરમિયાન પતંગના દોરાથી થતા અકસ્માત અટકાવવા મોરબી ટ્રાફિક પોલીસે પહેલ કરી છે. જેમાં ટુ-વ્હીલરોમાં સેફ્ટી ગાર્ડ લગાવી વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું હતું.
મોરબીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ અન્વયે તથા મકરસંક્રાંતિના તહેવારોને ધ્યાનમાં રાખી મોરબી ટ્રાફિક શાખા દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પતંગના દોરાથી ટુ-વ્હીલર ચાલકોના ગળામાં ગંભીર ઇજા ન થાય તે માટે શહેરના અલગ અલગ પોઇન્ટ પર ટુ-વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મોરબી ટ્રાફિક શાખા પીઆઇ સહિતની ટીમ દ્વારા વાહન ચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સલામતીના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.









