Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી : તખ્તસિંહજી રોડ પર નિલકંઠ કોમ્પલેક્ષમાં ઓફીસમાં ચાલતા જુગારધામ પર પોલીસ...

મોરબી : તખ્તસિંહજી રોડ પર નિલકંઠ કોમ્પલેક્ષમાં ઓફીસમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, આઠ ઝડપાયા

મોરબીના તખ્તસિંહજી રોડ પર આવેલા નીલકંઠ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલી ઓફીસ(દુકાન)માં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડી 8 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ બી. પી.સોનારાની સુચના મુજબ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટેના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ ચકુભાઇ કરોતરા તથા પો.કોન્સ ભાવેશભાઇ મિયાત્રાને ખાનગીરાહે સંયુકત હકિકત મળેલ કે જયવિરસીંહ ભરતસિંહ પરમાર (રહે. મોરબી નવલખી રોડ કુબેરનગર) વાળાની મોરબી તખ્તસિંહજી રોડ ઉપર નિલકંઠ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ પોતાની ભાડાની દુકાન (ઓફીસ)માં બહારથી માણસો ભેગા કરી ગંજીપતા વડે પૈસા પાના વતી જુગાર રમતા હોય જેથી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા સદરહું દુકાનમાં આઠ લોકો ગંજીપતાના પાના વડે રોનપોલીસનો પૈસાની હારજીતનો તીનપતીનો નશીબ આધારીત જુગાર રમી રમતા મળી આવતા આઠેય ઇસમો ના કબ્જામાથી રોકડ રૂ.૭૩,૫૫૦/-ના મુદામાલ સાથે પકડાઇ જતા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.માં આઠેય આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ ૪,૫ મૂજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જુગાર રમતા પકડાયેલા આરોપી :
(૧) જયવિરસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ પરમાર (રહે.મોરબી નવલખી રોડ કુબેરનગર-૧ સોસાયટી)
(ર) વિજયભાઇ ધીરૂભાઇ સાંતલાપરા (ઘંઘો, મજુરી રહે. મોરબી રામનગરી સોસાયટી ઘૂંઢરોડ રામકો સોસાયટીની બાજુમાં)
(3) તરૂણભાઇ ઉર્ફે લાલો નરસંગભાઇ મારૂ (ધંધો.ડ્રાયવિંગ રહે.વીશીપરા ગુલાબનગર મોરબી મુળ રહે.ખોડ તા.હળવદ)
(૪) જયેશભાઇ રાણાભાઇ મારૂ (ધંધો ખેતી રહે. મોરબી વાવડીરોડ ગાયત્રીનગર શેરીનં.૫)
(૫) હરેશભાઇ ચંદુભાઇ પરમાર (રહે. મોરબી માધાપર શેરીનં.૮ ધાવડીમાતાના મંદીર પાસે)
(૬) વિજયભાઇ કમાભાઇ ગમારા (રહે.મોરબી વાવડરોડ કારીયા સોસાયટી શંકરભવાનના મંદીર પાસે)
(૭) લક્ષ્મણભાઇ ગોકળભાઇ ટોટા (રહે. મોરબી વાવડીરોડ ભગવતીપરા શેરીનં ૬)
(૮) સિંકદરભાઇ દીલાવરભાઇ મોવર (રહે.મોરબી વીશીપરા મદીના સોસાયટી રોયલ સ્કુલ પાસે)

આ કામગીરીમાં પો.ઇન્સ બી. પી. સોનારા, પી.એસ.આઇ. વી. જી. જેઠવા,પો.હેડ.કોન્સ. રામભાઇ મંઢ, પ્રફુલભાઇ પરમાર, મહાવીરસિંહ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, પો.કોન્સ ભાનુભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, સંજયભાઇ બાલાસરા, ભરતભાઇ હુંબલ તથા ભાવેશભાઇ મિયાત્રા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!