હળવદ તાલુકાના ખોડ ગામે જુના ઝઘડાનો ખાર રાખી એક યુવક ઉપર લાકડી અને પથ્થરથી હુમલો કરાયાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવકને મૂંઢ ઇજા તથા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર મામલે ભિગ બનનારની ફરિયાદને આધારે હળવદ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
હળવદ તાલુકાના ખોડ ગામના ઝાંપા પાસે આવેલ પાણીના ટાંકા નજીક ગઈકાલ તા.૧૩/૦૧/૨૦૨૬ના રોજ જુના ઝઘડાની અદાવત રાખી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવ અંગે ખોડ ગામે રહેતા ભુરાભાઈ માંડણભાઈ આલ ઉવ.૩૫ વાળાએ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી લાલાભાઈ કરશનભાઈ ગઢવીએ લાકડી વડે માર માર્યો હતો, જ્યારે રાજેશભાઈ કરશનભાઈ ગઢવીએ પથ્થર ફેંકી ઈજા પહોંચાડી હતી. આ સાથે ભરતભાઈ તથા કુકાભાઈ ગઢવી હાથમાં લોખંડના ધારિયા લઈને આવી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદને આધારે હળવદ પોલીસે તમામ આરોપીઓ સને બીએનએસ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની ટોઅસ ચલાવી છે.









