મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમ વિસ્તારમાં પ્લેટીના સીરામીક સામે આવેલા રેલવે પાટા પર ડેમુ ટ્રેનની અડફેટે એક ૭૦ વર્ષીય વૃદ્ધનું મોત થયાની કરૂણ ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલ તા.૧૩/૦૧/૨૦૨૬ના રોજ બપોરે ભડીયાદ નજીક પ્લેટીના સીરામીક સામે મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી ત્યારે કેશવજીભાઇ ઘેલાભાઇ અઘારા ઉવ.૭૦ રહે. ભડીયાદ ગામ, તા.જી.મોરબીવાળા ટ્રેઇન હડફેટે આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









