Wednesday, January 14, 2026
HomeGujaratહળવદના રણમલપુર ગામે પિતાના ઠપકાથી સગીરાએ ઝેરી દવા પી લેતાં મોત

હળવદના રણમલપુર ગામે પિતાના ઠપકાથી સગીરાએ ઝેરી દવા પી લેતાં મોત

હળવદ તાલુકાના રણમલપુર ગામે ઘરકામ બાબતે પિતાએ ઠપકો આપતા ખેત શ્રમિક પરિવારની ૧૭ વર્ષીય દીકરીએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારે ત્રણ દિવસની ટૂંકી સારવાર દરમ્યાન સગીરાનું મોત થતાં પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં ભરતભાઈ વજુભાઈ થડોદાની વાડી ખાતે રહેતા અમિષા ઉર્ફે વર્ષા ઉવ.૧૭ મુળ રહે.મોટી ફળીયુ કાછેલ ગામ તા-જી-છોટાઉદેપુર વાળી ઘરકામ કે ખેતીકામ કરતી ન હોય જેથી તેના પિતાએ આ બાબતે ઠપકો આપેલ હોય અને તેને ઘરકામ કે ખેતીકામ કરવુ ગમતુ ન હોય જેથી ગુસ્સામા આવીને પોતાની જાતેથી ગઈ તા.૩૧/૧૨/૨૦૨૫ ના રોજ જંતુનાશક ઝેરી દવા પી લેતા સી.યુ.શાહ હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર દરમ્યાન તા-૦૩/૦૧/૨૦૨૬ના રોજ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!