હળવદ તાલુકાના જુના ઘાટીલા ગામે પત્ની રિસામણે જતી રહી હોવાનું લાગી આવતા ૩૨ વર્ષીય ખેત શ્રમિકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.જે મામલે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા મુળ રહે-આમડી સોતરા ગામ તા.દેવગઢ બારીયા જી.પંચમહાલ (ગોધરા)ના વતની શૈલેષભાઇ સવજીભાઇ બારૈયા ઉવ.૩૨ ની પત્ની રિસામણે જતી રહી હોવાનું મનમાં લાગી આવતા યુવકે ગત તા.૦૩/૦૧/૨૦૨૬ના રોજ નવા ઘાટીલા ગામની સીમમાં આવેલી પાણીની કેનાલમાં પોતાની જાતે ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ બાદ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે પોલીસ તલાસમાં મૃતક યુવકની માતા સુમિત્રબેન સવજીભાઈ બારૈયાએ આપેલ વિગતોને આધારે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









