વાંકાનેરના વઘાસીયા ગામ નજીક આવેલ કુશો સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટના બાકી રૂપિયા લેવા બાબતે તોડફોડની ગંભીર ઘટના બની હતી. આ ઘટનામાં અંદાજે રૂ.૭૫ લાખનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની નોંધાવેલ ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ઝડપી કાર્યવાહી કરી ૧૨ પૈકી ૧૦ આરોપીઓને ગણતરીની કલાકોમાં અટકાયત કરી છે.
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ નજીક આવેલા કુશો સિરામિક કારખાનામાં જૂના મજૂરી કોન્ટ્રાક્ટના રૂપિયા લેવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેમાં બંધ કારખાનાના ઘુસી તોડફોડની ઘટના સામે આવી હતી. જેમાં આરોપીઓએ ગેરકાયદેસર રીતે કારખાનામાં પ્રવેશ કરી મશીનરી, કેબલ વાયર સહિતના સાધનોને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે અંદાજે રૂ.૭૫ લાખ જેટલું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કારખાનાના ભાગીદાર ફરિયાદી આંનદભાઈ રમેશભાઈ વાધડીયાએ ચાર નામજોગ અને આઠ અજાણ્યા સહિત કુલ ૧૨ વ્યક્તિઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી ઝડપી કાર્યવાહી કરી ૧૨ પૈકી ૧૦ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે.
પકડાયેલ આરોપીઓમાં (૧)ભીષ્મ રાજવલી પાન્ડે ઉવ.૩૮ રહે.હાલ વૃંદાવન પાર્ક સોસાયટી ગીરીરાજ હાઇટ બી-૪૦૧ ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી-૨ મુળરહે.ડીહવા ચકરા જી.બલીયા ઉતરપ્રદેશ, (૨)પ્રકાશભાઈ કાનાભાઈ સરૈયા ઉવ.૩૨ રહે.ભરવાડપરા શેરી નં.૩ વાંકાનેર, (૩)હીરાલાલભાઇ જગદીશભાઇ પરમાર ઉવ.૩૪ રહે.ગામ લગ્ધીરપુર શેરી નં-૨ તા.જી.મોરબી, (૪)માંગીરામ જયપાલ પંધાલ ઉવ.૩૯ રહે.હાલ.શુભ સીરામીક કારખાનામા લગ્ધીરપુર રોડ તા.જી.મોરબી મુળ રહે.કાજલાકા બાસ થાના. જી.ઝુનઝુનુ રાજસ્થાન, (૫)ચન્દ્રભુષણ બચુભાઇ જેસ્વાલ ઉવ.૨૮ રહે.ગોકુલનગર પટેલ પાનની બાજુમા મકનસર મુળગામ બહરામપુર બનકટા જી.મઉ ઉતરપ્રદેશ, (૬)સદામભાઇ અયુબભાઇ શાહમદાર ફકીર ઉવ.૨૬ રહે.દાતાર દરગાહ પાછળ મફતીયાપરામા વાંકાનેર, (૭)અકબરભાઇ સલીમભાઇ શાહમદાર ઉવ.૩૧ રહે.દાતાર દરગાહ પાછળ મફતીયાપરામા વાંકાનર, (૮)કામીલશા ઉર્ફે કાળુભાઇ અબ્દુલકરીમ બાનવા ઉવ.૨૭ રહે.દાતાર પીરની દરગાહમા વાંકાનેર, (૯)શશીપ્રકાશસીંગ દસરથસીંગ ઉવ.૩૧ રહે.હાલ પાવન પાર્ક સોસાયટી શેરી નં.૩ મોરબી-ર તથા (૧૦)સોમુકુમાર વીરેન્દ્ર રામ ઉવ.૧૯ રહે. હાલ કેડા સીરામીક પાનેલી રોડ તા.જી.મોરબી મૂળ રહે.નવાડીહ ગામ જી.રોહતાસ (બિહાર) એમ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે બાકી આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવી છે.









