મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અમરેલી રોડ ભારત ફ્લોરમિલ પાસે શંકાસ્પદ હાલતમાં એક ઈસમ થેલો લઈને ઉભો હોય ત્યારે પોલીસને જોઈ કઈક છુપાવતો હોય તેમ લાગતા તુરંત તેને કોર્ડન કરી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની ૨૧ નંગ બોટલ કિ.રૂ.૨૧,૦૦૦/- મળી આવી હતી. જેથી આરોપી હુશેનભાઈ ઉર્ફે બાબા આલમભાઈ સામતાણી ઉવ.૩૨ રહે.વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.









