મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ પર આવેલા ફ્લોરા ઇલેવન એપાર્ટમેન્ટમાં ૧૬ વર્ષીય સગીરા અગિયારમા માળેથી નીચે પડતા તેનું મૃત્યુ નીપજ્યું છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ પર આવેલા એચ-૫૦૩, ફ્લોરા ઇલેવન એપાર્ટમેન્ટમાં ગઈકાલે ૧૪ જાન્યુઆરીના રોજ દુઃખદ બનાવ સામે આવ્યો હતો. જેમાં દેવાંગીબેન સુનિલભાઇ જંયતીભાઇ માલસણા ઉવ.૧૬ પોતાના રહેણાંક એપાર્ટમેન્ટના અગિયારમા માળેથી કોઈ પણ સમયે નીચે પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. જેથી પરિવારજનો તાત્કાલિક દેવાંગીબેનને સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લઈ આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ દેવાંગીબેનને મરણ જાહેર કરી હતી. મૃત્યુના બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી, મૃત્યુ બાબતે ચોક્કસ કારણ જાણવા તપાસની તજવીજ શરૂ કરી છે.









