Thursday, January 15, 2026
HomeGujaratમોરબી: કરુણા ફાઉન્ડેશન દ્વારા PLHIV લાભાર્થીઓ માટે રાશન કીટ અને ચીકી-ફરસાણનું વિતરણ

મોરબી: કરુણા ફાઉન્ડેશન દ્વારા PLHIV લાભાર્થીઓ માટે રાશન કીટ અને ચીકી-ફરસાણનું વિતરણ

સિવિલ હોસ્પિટલ એ.આર.ટી. સેન્ટર ખાતે સગર્ભા તથા ગંગાસ્વરૂપ બહેનો અને બાળકોને પોષણયુક્ત સહાય.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઈડ્સ દ્વારા PLHIV લાભાર્થીઓ મંકરસંક્રાંતનો તહેવાર આનંદપૂર્વક ઉજવી શકે તે હેતુથી ખાસ રાશન કીટ, ચીકી, ફરસાણ અને ફળનું વિતરણ કરાયું હતું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ તથા એ.આર.ટી. એ.એમ.ઓ. ડૉ. યાદવના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. દાતાઓના સહયોગથી દર્દીઓના પોષણ માટે મહત્વપૂર્ણ સેવા કાર્ય હાથ ધરાયું હતું.

મોરબી જીલ્લાની કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઈડ્સ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે PLHIV લાભાર્થીઓ માટે મંકરસંક્રાંત પર્વ નિમિત્તે સહાયકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ તથા મોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. એ.એમ.ઓ. ડૉ. યાદવના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા એ.આર.ટી. સેન્ટર પર નિયમિત સારવાર લઈ રહેલા સગર્ભા બહનો, ગંગાસ્વરૂપ બહેનો તેમજ બાળકોને પોષણયુક્ત આહાર માટે રાશન કીટ અને તહેવારની ખુશીમાં ચીકી, ફરસાણ તથા ફળનું વિતરણ કરાયું હતું.

કરુણા ફાઉન્ડેશન દ્વારા તહેવાર નિમિત્તે નિયમિત રીતે રાશન કીટ વિતરણ તેમજ PLHIV દર્દીઓના ફોલોઅપ માટે સેવા કાર્ય કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સિરામિક એસોસિયેશનના પ્રમુખ તથા સ્થાનિક દાતાઓના દાનથી દર્દીઓના સારા ન્યુટ્રિશન માટે રાશન કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ રાજેશભાઈ જાની, ખજાનચી જયદીપભાઈ નિમાવત, મંત્રી આશાબેન વીશોડીયા, સહમંત્રી ભાવનાબેન ચાવડા, સહખજાનચી હીનાબેન બારોટ તેમજ બોર્ડ મેમ્બર નીતાબેન રાજગોરે ભારે જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે કરુણા ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં પણ આવા ભગીરથ સામાજિક કાર્યના આયોજન માટે દાતાઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. વધુ માહિતી અથવા દાન માટે કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણી (મો. 7567517462), ઉપપ્રમુખ રાજેશભાઈ જાની (મો. 9998732460) તથા ખજાનચી જયદીપભાઈ નિમાવત (મો. 9428915506) નો સંપર્ક કરવા જણાવાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!