મોરબી શહેરના બેઠા પુલ પાસ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઉતરાયણની મોડી સાંજે ઘાતક હથિયારો સાથે થયેલ ગંભીર મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા સમગ્ર ઘટના હત્યામાં પલટાયો છે તેમજ આ બનાવમાં અન્ય પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.
બનાવની વિગતો મુજબ, મોરબીના બેઠા પુલ પાસે આવેલ ઝૂંપડપટી વસાહતમાં ઉતરાયણની સાંજે કોઈ કારણસર માથાકૂટ થઈ હતી જેમાં શસસ્ત્ર મારામારીમાં કાસુભાઈ હોથીભાઈ ચાડમીયા (ઉંમર અંદાજે ૬૦ વર્ષ) નામના વૃદ્ધને તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતા. ગંભીર ઇજાઓને કારણે કાસુભાઈનું મોત નિપજ્યું હતું સાથે જ આ બનાવમાં અજય આદિવાસી, બંટી ડામોર, અજય ખરેડી, દીપુ ખરેડી તથા અનુબેન નામના પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમને સારવાર આપવામાં આવી રહી છે.મારામારી પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવની જાણ થતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.









