૬ રીક્ષા ડીટેઈન અને કુલ રૂ.૯ હજારનો દંડ
મોરબીમાં ગઈકાલ તા.૧૫ જાન્યુઆરીએ જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ કુમાર પટેલની સૂચના મુજબ શહેરના નગરદરવાજા આસપાસ મોટર વ્હીકલ એક્ટના નિયમોનો ભંગ કરનાર રીક્ષા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક શાખા અને સ્થાનિક પોલીસ દ્વારા કરાયેલ ચેકિંગ દરમિયાન વિવિધ નિયમોના ભંગ બદલ કુલ ૬ રીક્ષાઓ ડીટેઈન કરવામાં આવી હતી. ઉપરાંત, અલગ-અલગ ગુનાઓ હેઠળ કુલ ૧૮ રીક્ષા ચાલકોને રૂ. ૯,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્પષ્ટ સંદેશ આપતા આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.









