મોરબી તાલુકાના રાજપર(કું) ગામની સીમમાં આવેલા તળાવમાં ૨૫ વર્ષીય યુવક ડૂબી જતાં મોત થયું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ.મોતની કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામની સીમમાં ફડસર તરફ જવાના રસ્તા પર આવેલા તળાવમાં ગઈકાલ તા.૧૫/૦૧ના રોજ ૨૫ વર્ષીય પ્રકાશભાઈ પ્રતાપભાઈ પલાસ રહે.મુળ વાંકડીગામ નાળ ફળીયુ તા.સંતરામપુર જી.મહીસાગર વાળા કોઈ કારણોસર તળાવમાં પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે મૃતકની પત્ની સોનલબેન પાસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









