વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ સનહાર્ટ સીરામીક કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો છે. સફાઈ કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં સાડી ફસાતા મહિલા મજૂરને ગંભીર ઇજા પહોચતા શ્રમિક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.
વાંકાનેર તાલુકાના ઢુંવા-માટેલ રોડ ઉપર સનહાર્ટ સીરામીક કારખાનામાં ગઈકાલ તા.૧૫/૦૧ના રોજ કરુણ અકસ્માત સર્જાયો હતો. કારખાનામાં સફાઈ કામ કરતી કમલાબાઈ મનીરામભાઈ સોન ઉવ.૪૫ રહે.હાલ સનહાર્ટ સીરામીકના લેબર કવાર્ટરમાં મુળ રહે.કજરઇ ગામ તા-ખોરઇ જી.સાગર (મધ્યપ્રદેશ) વાળાની સાડી અકસ્માતે કન્વેયર બેલ્ટમાં આવી ગઈ હતી. બેલ્ટમાં સાડી ફસાતા માથાના વાળ ખેંચાઈ જતા તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.









