કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. આજે વહેલી સવારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૨.૫ નોંધાતા સ્થાનિકોમાં ફાળ પડી હતી.
આજે વહેલી સવારે ૫:૪૭ કલાકે તીવ્રતા: ૨.૫ (રિક્ટર સ્કેલ પર) કેન્દ્રબિંદુ: રાપરથી અંદાજે ૧૯ કિમી દૂર ખેંગારપર પાસે ગાઢ નિદ્રામાં પોઢેલા લોકોએ સવારે પોણા છ વાગ્યાની આસપાસ આ આંચકો સ્પષ્ટ રીતે અનુભવ્યો હતો. ખેંગારપર અને તેની આસપાસના ગામોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, તીવ્રતા ઓછી હોવાને કારણે સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
આગામી ૨૬ જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે કચ્છમાં આવતા આવા નાના-મોટા આંચકા ૨૦૦૧ના વિનાશક ભૂકંપની યાદો તાજી કરી દે છે.









