Saturday, January 17, 2026
HomeGujaratમોરબી મનપા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વે 'મોરબી મસ્તી સ્ટ્રીટ'નું આયોજન

મોરબી મનપા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વે ‘મોરબી મસ્તી સ્ટ્રીટ’નું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વે તા.૨૫ જાન્યુઆરીના રોજ મોરબી મસ્તી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવનાર છે, મોરબી મનપા દ્વારા તાજેતરમાં વિસરાતી જતી રમતોથી બાળકો નજીક આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેમાં મળેલી સફળતાના ભાગ રૂપે આગામી પ્રજાસત્તાક પર્વની પૂર્વે આ પ્રકારની જૂની રમતો બાળકો રમે તેવું મોરબીની એલ. ઇ. કોલેજ રોડ પર વિનામૂલ્યે મોરબી મસ્તી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવનાર છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા વિસરાતી જતી જૂની રમતોને જીવંત કરવા માટે મોરબી મસ્તી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવનાર છે, જેનો મુખ્ય ઉદેશ્ય બાળકો માત્ર મોબાઈલ અને વિડીયો ગેમ નહીં પરંતુ શારીરિક કસરતો કરે તથા બાળકોમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન નહી પરંતુ અભ્યાસની સાથોસાથ શેરી-ગલીમાં રમાતી જૂની રમતો પણ રમતા થાય તેવો રહ્યો છે. મોરબી મહાનગરપાલિકા અને રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૨૫/૦૧/૨૦૨૬ના રોજ એલ. ઇ. કોલેજ રોડ મોરબી ખાતે સવારે ૭.૩૦ વાગ્યે મોરબી મસ્તી સ્ટ્રીટનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવશે, જેમાં લખોટી, લીંબુ ચમચી, રસ્સી ખેંચ, સાપસીડી, કોથળા દોડ, ભમરડો, દોરડા કુદ, આંધળો પાટો, લંગડી, ટાયર, સહિતની અનેક વિસરાતી જતી જૂની રમતો રમાડવામા આવશે, આ કાર્યક્રમ પહેલા વોર્મ અપ માટે યોગા અને ઝૂમ્બા દરેક આવનારને કરાવવામાં આવશે, આ સાથે જ કાર્યક્રમના સ્થળ પર આર્ટ કોર્નરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી શહેરના વધુને વધુ લોકો જોડાય તે માટે મોરબી મહાનગર પાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!