અસામાજિક નહિ પરંતુ રાક્ષસી તત્વોની કરતૂત સામે કડક કાર્યવાહી કરવાની ઉઠી માંગ.
મોરબીના શકત શનાળા ગામે આવેલ તળાવનો પાળો અજાણ્યા તત્વોએ તોડી નાંખતા તળાવનું લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું. આ ઘટનાની જાણ થતા ગામના પૂર્વ ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ મોરબી મહાનગર પાલિકાને માહિતી આપી હતી. મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને સિંચાઈ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ઉનાળામાં ગામ માટે અત્યંત ઉપયોગી પાણી બગડતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
મોરબીના શકત શનાળા ગામે આવેલ તળાવ ગામના પીવાના અને સિંચાઈના મુખ્ય પાણી સ્ત્રોત તરીકે ઓળખાય છે. પરંતુ તાજેતરમાં કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ તળાવનો પાળો તોડી નાંખતા, સંગ્રહિત લાખો લીટર પાણી સીધું ગટરમાં વહી ગયું હતું. આ ગંભીર ઘટનાથી ગામના લોકોને ભારે નુકસાન થયું છે. ત્યારે ઘટનાની જાણ થતાં શકત શનાળા ગામના પૂર્વ ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ તાત્કાલિક મોરબી મહાનગર પાલિકાને માહિતી આપી હતી. માહિતી મળતા મનપાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બાદમાં મનપા દ્વારા સિંચાઈ વિભાગને પણ સમગ્ર બાબતથી અવગત કરવામાં આવ્યા છે.
ઉનાળામાં પાણીની કટોકટી વચ્ચે ગામ માટે અત્યંત ઉપયોગી એવું પાણી અસામાજિક તત્વોની બેદરકારીને કારણે ગટરમાં વહી જતાં શનાળા ગામના રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોએ આ ઘટનાને ગંભીર ગણાવી જવાબદાર તત્વોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની તીવ્ર માંગ ઉઠાવી છે.









