મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે આમરણ ગામે રેઇડ કરી તીનપત્તિનો જુગાર રમતા ૫ પત્તાપ્રેમીની રોકડા રૂ.૧,૫૯,૩૦૦/- સાથે અટક કરી છે. રેઇડ દરમિયાન પોલીસને દૂરથી જોઈ એક ઈસમ ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, આમરણ જીવાપર રોડ આમરણ ગામની સીમમાં ચેકડેમ પાછળ ખરાબામા જાહેરમાં બાવળની કાંટમાં અમુક લોકો ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા હોય, જેથી મળેલ માહિતી આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જ્યાંથી જુગાર રમતા દેવદાનભાઇ મોમૈયાભાઇ કુંભરવાડીયા, અસ્લમમીંયા સુલતાનમીંયા બુખારી, ધીરજભાઇ વાલજીભાઇ બોપલીયા, પ્રવિણભાઇ રાઘવજીભાઇ લીખીયા તથા ગૌતમભાઇ અમૃતભાઇ લીખીયા તમામ રહે.આમરણ તા.જી.મોરબીવાળાને રોકડા રૂ.૧,૫૯,૩૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, રેઇડ દરમિયાન આરોપી નીજામ ફારૂકમીંયા બુખારી રહે.આમરણ તા.જી.મોરબીવાળો નાસી જતા તેને ફરાર દર્શાવી પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









