મોરબીના નાની વાવડી ગામે ઈશ્વરીય મહાદેવ મંદિર રોડ ઉપર શિવાલય બંગલોઝમાં પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યા વાહન ચોર ચોરી કરી લઈ ગયા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ, મોરબીના નાની વાવડી ગામે ઈશ્વરીય મહાદેવ મંદિર રોડ ઉઓર આસલ શિવાલય બંગલોઝમાં રહેતા અશ્વિનભાઈ નાગજીભાઈ બાવરવા ઉવ.૪૫એ તાલુકા પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૧૭/૧૨/૨૦૨૫ ના રોજ અશ્વિનભાઈ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એએમ-૪૪૨૯ વાળું લઈને રાત્રીના ગામમાંથી પરત આવી પોતાના રહેણાંક મકાનની દીવાલ પાસે પાર્ક કર્યું હતું. જે બીજે દિવસે તા.૧૮/૧૨ ના રોજ સવારે જોતા આ બાઇક કોઈ વાહન ચોર ચોરી કરી લઈ ગયો હોય, ત્યારે નિયમ મુજબ બાઇક ચોરી અંગે ઓરથમ ઇ-એફઆઈઆર બાદ તાલુકા પોલીસ દ્વારા પોલીસ મથકે બોલાવતા જ્યાં રૂબરૂ બાઇક ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









