મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરે તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ ક્લસ્ટર નં. ૧ની વિઝીટ કરી સફાઈ કર્મચારીઓની હાજરી અને કામગીરીની ચકાસણી કરી હતી. આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં આવેલા જીવીપી અને હેન્ડકાર્ટ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી હતી. સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા અઠવાડીક સફાઈ ઝુંબેશ અને શાળાઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા તા. ૧૨/૦૧/૨૦૨૬ના રોજ ક્લસ્ટર નં. ૧ની મુલાકાત લઈ સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન પંચાસર, વાવડી રોડ તેમજ વાવડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ જીવીપી પોઈન્ટ અને હેન્ડકાર્ટ પોઈન્ટની પણ વિઝીટ કરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે હાથ ધરાતી અઠવાડીક સફાઈ ઝુંબેશ અંતર્ગત વાવડી પંચાયત મેઈન રોડ, ધોળેશ્વર રોડ, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડથી રામ વાડી, ભડીયાદ રોડ, પોલીસ લાઈન પાછળ, ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ, નવલખી રોડ, રવાપર ધુનડા રોડ તથા લીલાપર ગ્રામ પંચાયત સહિતના વિસ્તારોમાં ખાસ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત “એક શાળા એકવાર” કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને સુકા અને ભીના કચરાના વર્ગીકરણ, કચરાના સંગ્રહ, પરિવહન અને રિસાયકલિંગ તેમજ સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વિકસે અને તેઓ આ સંદેશ પોતાના પરિવાર તથા સમાજ સુધી પહોંચાડે તે હેતુથી વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.









