Sunday, January 18, 2026
HomeGujaratવાંકાનેરમાં નજીવી બાબતે મહિલાનું ઢીમ ઢાળી દેનાર ઈસમને આજીવન કેદની સજા ફટકારાઈ

વાંકાનેરમાં નજીવી બાબતે મહિલાનું ઢીમ ઢાળી દેનાર ઈસમને આજીવન કેદની સજા ફટકારાઈ

વાંકાનેરમાં નજીવી બાબતે ઈસમ દ્વારા ત્રણ મહિલાઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા મોરબી સેસન્સ કોર્ટ દ્વારા હત્યારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂ. ૨૬,૦૦૦/-નો દંડ ભરવા આદેશ આપ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં વાલાસણ ગામે રહેતા રમણીકભાઈ કરશનભાઈ તેમની કુળદેવીના ભુવા છે, જેમની પાસે વિક્રમભાઈ ગોરધનભાઈ ફુલતરીયાએ રમણીકભાઈ પાસે દાણા જોવડાવવા તેમના ઘરે જતા કંચનબેન દ્વારા તેમના પિતા રમણીકભાઈ છત ઉપર સુતેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે આરોપીને સારૂ નહી લાગતા આરોપી વિક્રમભાઈ ગોરધનભાઈ ફુલતરીયાએ ભુવાજીને ઉઠાડવા બાબતે ઝઘડો કરી પોતાની પાસેની છરી વતી ફરીયાદી પુજાબેન રમણીકભાઈ ફુલતરીયાને ડાબા ગાલ પર એક ઘા મારી તથા ડોક નીચે ઈજા તેમજ મુંઢ ઈજા કરી ફરીયાદીની નાની બહેન કાજલને પેટના ભાગે એક ઘા મારી ઈજા કરી તથા કંચનબેનને પેટની નીચેના ભાગે છરીનો એક ઘા મારી જોરથી પછાડી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેમજ માથામાં મુંઢ ઈજા કરી મોત નિપજાવ્યું હતું. જે સમગ્ર મામલે પુજાબેન રમણીકભાઈ ફુલતરીયા દ્વારા ગત તા.૨૩/૦૮/૨૦૨૦ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪ મુજબની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી મોરબીના મહેરબાન પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીને આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા અને રૂ. ૨૬,૦૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર પી જાડેજા તથા જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!