વળતર આપ્યા વગર જ ઉભા પાક વચ્ચે 765 કિલોવોટની લાઈન પસાર કરવાનો વિરોધ
હળવદ : લાકડીયા-વડોદરા 765 કેવી વિજલાઈન પસાર કરવામાં ખેડૂતો સાથે દાદાગીરી આચરવામાં આવતા આજે મોરબી, વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના ખેડૂતોની અગત્યની બેઠક હળવદ ખાતે યોજાઈ હતી અને વીજ કંપનીની દાદાગીરી સામે રોષ વ્યકત કરાયો હતો.
લાકડીયા થી બરોડા જતી ૭૬૫ કેવી ની લાઈન માં ખેડૂતો સાથે થતા અન્યાય બાબતે આજે બરોડા મોરબી કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો ની હળવદ ગામે મહત્વ ની બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યા માં ખેડૂતો હજાર રહ્યા હતા આ બેઠકમાં ખેડૂતોની મોંધી જમીનોમા કોઈપણ જાતની જમીન સંપાદન કાર્યવાહી કર્યા વગર જ વિજલાઇન પસાર કરતા કંપની સામે વિરોદ્ધના શુર ઉઠ્યા હતા. ખાસ કરીને હાલમાં ખેડૂતોના ઉભાપાકમા વિજલાઇનના પોલો નાખવામા આવી રહ્યા છે ત્યારે 765 kv વિઝલાઇન પસાર કરવામા આવી રહી હોય નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવ્યા બાદ જ આવી કાર્યવાહી કરવા ને બદલે કંપની દ્વારા જે રીતે મનમાની કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વળતર બાબતે કોઇ સ્પષ્ટતા થયા વિના કામગીરી શરુ કરતા ખેડૂતો લાલઘુમ થયા છે અને હળવદના રાણેકપર પંચારી વિસ્તારમાં ખેડૂતો થયા એકઠા થયા હતા જેમાં વડોદરા, નખત્રાણા, ભુજ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જીલ્લાના ખેડૂતો આગેવાનો પણ હાજર રહ્યા હતા.